GIR SOMNATHUNA

ઉનાના ખાણ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમને પોલીસે ઝડપી પાડયા

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર ખેંગાર વેરાવળ વિભાગનાઓ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ. એન.કે.ગોસ્વામીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી-જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ સી.બી.જાડેજા તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ તથા પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા કૌશિકસિંહ અરશીભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા નલીનભાઈ બાલાભાઈ તથા રાહુલભાઈ નારણભાઈ એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો.રાહુલભાઈ નારણભાઈ તથા કનુભાઇ નાજાભાઇ તથા નલીનભાઇ બાલાભાઇ તથા કૌશિકસિંહ અરશીભાઇ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ખાણ ગામે અમ્રુતાલયની બાજુમાં જાહેરમા ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા રમેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૩૬ ધંધો-ખેતી રહે,ખાણ ગામ બસ સ્ટેશન પાસે તા,ઉના, રણછોડભાઇ લાખાભાઇ મજીઠીયા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે,દાંડી ગામ રૂડાભાઇના મકાનની બાજુમાં તા,ઉના, માલાભાઇ ભાયાભાઇ બાંભણીયા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે,ખાણ ગામ હનુમાન બાપાના મંદીર પાસે તા,ઉના, જેસીંગભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે,ખાણ ગામ બસ સ્ટેશન પાસે તા,ઉના જી,ગીર સોમનાથ, રમેશભાઇ નાનજીભાઇ બાંભણીયા ઉં.વ.૩૫ ધંધો-ખેતી રહે,ખાણ ગામ બસ સ્ટેશન પાસે તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ.૧૮,૭૩૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!