GIR SOMNATHGIR SOMNATH

સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા ઉતરવા પર પ્રતિબંધ ૧૮મીથી ૬૦ દિવસ સુધી જાહેરનામાનો હુકમ ભંગ કરનાર થશે શિક્ષાને પાત્ર

આ જાહેરનામું તા. ૧૮ ફેબ્રુઆરીથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર જી.આલ દ્વારા ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસારજિલ્લાના પ્રભાસ પાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં, સોમનાથ મંદીરની પુર્વ-પિશ્ચમ બન્ને સાઈડમાં આશરે ૪ કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. ફરજની રૂઈએ આ વિસ્તારમાં કોઈ સરકારી ખાતાના કર્મચારી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવાની થતી હોય તો તેઓને આ હુકમની જોગવાઈ લાગુ પડશે નહી.
આ જાહેરનામું તા. ૧૮ ફેબ્રુઆરીથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!