GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

તારીખ ૨૭/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને ધો ૯ અને ધો ૧૧ ની વિદ્યાર્થીનીઓ માટે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમા અઘ્યક્ષ તરીકે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા ઊપસ્થિત રહ્યા તેમજ સીઆરસી કો ઓ કલ્પેશભાઈ માછી અને બચુભાઈ રાઠવા હાજર રહ્યા હતા કેળવણી પ્રચારક મંડળ ના ઉપપ્રમુખ જયંત મહેતા મંત્રી વિરેન્દ્ર મહેતા અને ખજાનચી મનોજ પરીખ સહિત ઈ. આચાર્ય નારણભાઈ પટેલ અને શાળા સ્ટાફ સહિત પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનુ બુકે આપી સ્વાગત કરાયુ વિદ્યાર્થિનીઓને ને કુમકુમ તિલક કરી પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો હતો અને પ્રથમ ક્રમાંક ધરાવતી તેમજ જિલ્લા કક્ષાએ પહોંચેલ વિદ્યાર્થીનીઓ નુ સન્માન કરાયુ હતુ. મંત્રી વિરેન્દ્ર મહેતા એ ગુણોત્સવ ૨ મા ઉત્કૃષ્ટ પરીણામ લાવવા બદલ શાળા ના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ને અભિનંદન પાઠવ્યા અને પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓ ને શુભેચ્છાઓ આપી સીઆરસી કો.કલ્પેશભાઈ એ શાળા નુ વાતાવરણ, સલામતી અને અધ્યયન અને પરિણામ બાબતે સંતોષ વ્યક્ત કરી. શાળા મા પ્રવેશ લેતી બાળાઓને આવકારી તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભેચ્છા પાઠવી શાળાની વિદ્યાર્થીનીઓ ની શિસ્ત અને ટેકનોલોજી નો ઉપયોગ બાબતે પણ અભિનંદન આપ્યા વધુમા સરકારશ્રી ની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિષે માર્ગદર્શન આપ્યુ હતુ. અને શાળાની ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા ના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયુ હતુ.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button