ગોધરા એલસીબી પોલીસે બેઢીયા ધુળાખાતુની મુવાડી ગામ ની સીમમાંથી રૂ.૪,૬૯૯ નો વિદેશી દારૂ કબજે કર્યો.
તારીખ ૨૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એલસીબી પોલીસ સ્ટાફ વેજલપુર તરફના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના કાલોલ તાલુકાના બેઢીયા ધુળાખાતુની મુવાડી ગામે રહેતો યોગેશભાઇ નરવતભાઇ ચૌહાણ તેના પોતાના ઘર પાછળ આવેલ ખેતરમા ઝાડી નિચે બેસી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરે છે જે આધારે એલસીબી પોલીસે રેડ કરતા ઉપરોક્ત આરોપી પોતાના હાથમાં નો સફેદ કલરનો થેલો ફેકી ઝાડી ઝાંખરા નાસી છૂટયો હતો જે ફેંકેલ સફેદ કલરના થેલામાં જોતા બિયર તથા વિદેશી દારૂના કવાટરીયા મળી આવ્યા હતાં જેની ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડના પ્લાસ્ટિક તથા કાચના કવાટરીયા તથા બિયર ટીન મળી નંગ ૪૩ બોટલ જેની કિંમત રૂ ૪,૬૯૯/ નો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધીત વિસ્તારમા વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ પ્રોહી એક્ટ મુજબ હાજર મળી ન આવનાર યોગેશભાઇ નરવતભાઇ ચૌહાણ સામે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.