Gondal: ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત ગોંડલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નગર વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવવા સંકલ્પબધ્ધ
Rajkot,Gondal: હાલમાં રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ચાલી રહેલી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં નાગરિકો જોમ-જુસ્સા સાથે ભાગ લેતા થયા છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરની તાલુકા હેલ્થ ઓફિસ તથા તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશમાં ઓફિસ તથા નગર વિસ્તારમાં પણ સફાઇ હાથ ધરી, લીલા અને સૂકા કચરાને અલગ કરવામાં આવ્યો હતો,જેનું ચોકસાઈપૂર્વક વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની સાથે પ્રજાજનો પણ ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે. પ્રત્યેક ગામ સ્વચ્છતા પ્રત્યે સજાગ બનીને પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, સહકારી મંડળી સહિત જાહેર માર્ગોની સાફ-સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યાં છે.