BHARUCHGUJARATJHAGADIYA

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી પૂર્વે જીપીસીબી અને ડીસીએમ દ્વારા ઝઘડિયા ખાતે શ્રમ પ્લાસ્ટિક પ્રદૂષણ નિયમન જનજાગૃતિ સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી પૂર્વે જીપીસીબી અને ડીસીએમ દ્વારા ઝઘડિયા ખાતે શ્રમ પ્લાસ્ટિક પ્રદૂષણ નિયમન જનજાગૃતિ સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

 

ડીસીએપ શ્રીરામ લીમેટેડ કંપની દ્વાર સુલતાનપુરા, ઝઘડિયા ગૃપ ગ્રામપંચાયત ની નજીક પર્યાવરણની જન જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું

 

આ પ્રસંગે શ્રી વી.ડી. રાખોલીયા, પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ડીસીએમ શ્રીરામ લીમીટેડ કંપનીના વરિષ્ઠ અધિકારી બી. એમ.પટેલ તથા અધિકારી તથા સરપંચ સુરેશભાઈ તેમજ નજીકના જાગૃત ગ્રામજનો ની હાજરીમાં વૃક્ષારોપણ કર્યુ અને સેનીટેશન પાર્કની આસપાસ અને સુલતાનપુરા વિસ્તાર સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ પ્રેમી ગ્રામજનો એ સક્રિય ફાળો આપ્યો, સ્થાપિત થયેલ સેનીટેશન પાર્કમાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર માંથી સુકો કરારો અને ભીનો કચરો એકત્રીત કરી વૈજ્ઞાનિક પધ્ધતિથી શુધ્ધિકરણ કરી ખાતર બનાવવામાં આવે છે સાથે સાથે ધન કચરાને અલગ કરી તેનો પુન: ઉપયોગ કરવાની સુંદર વ્યવસ્થા કરવા માં આવેલ છે. જેનું ઉપસ્થિત લોકોએ અવલોકન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય અતિથિ વી.ડી. રાખોલીયા એ પ્લાસ્ટિક પ્રદૂષણ નિયમન તેમજ વ્યક્તિગત પર્યાવરણની જાણવળી વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું, અંતે ગ્રામજનોને કાપડની બેગ સાથે તુલસીના છોડનું વિતરણ કરી ગામને હરિયાળું અને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!