BANASKANTHAGUJARATKANKREJ

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં નિઃશુલ્ક તાલિમ વર્ગોનું ભવ્ય આયોજન…

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ દ્વારા

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં નિઃશુલ્ક તાલિમ વર્ગોનું ભવ્ય આયોજન…

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી જેના પાટોળાં જગ વિખ્યાત છે એવી પાટણની પાવન ભુમીમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ દ્વારા પ્રજાપતિ સમાજના યુવાનો માટે પૉલીસ કોન્સ્ટેબલની તેમજ જનરલ સરકારી ભરતીની પરીક્ષા માટે નિઃશુલ્ક તાલિમ વર્ગો આગામી તા.૦૧/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે.આ તાલીમ વર્ગમાં ભાગ લેવા માંગતા પ્રજાપતિ સમાજના યુવાનોએ તા.૨૫/૧૧/૨૦૨૪ પહેલાં પ્રજાપતિ છાત્રાલય પાટણમાં જરૂરી વિગતો સાથે નામ નોંધાવવા જરૂરી ડોક્યુમેન્ટમાં (૧) આધાર કાર્ડ (૨) સ્કૂલ લિવિંગ પ્રમાણ પત્ર (૩) જાતિનું પ્રમાણપત્ર (૪) ઘોરણ ૧૦/૧૨ અથવા સ્નાતક નું પ્રમાણ પત્ર (૫) રહેઠાણનો પુરાવો (૬) પાન કાર્ડની નકલ (૭) બેંક પાસબુક ની નકલ રજુ કરવાની રહેશે બહાર ગામથી આવતા જરૂરિયાત વાળા વિધાર્થીઓ માટે બપોરે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.નામ નોંધાવવા માટે ગૃહપતિ પ્રજાપતિ કાંતિભાઈ (મોં.૮૧૪૦૩ ૪૫૪૦૪) નો કોન્ટેક કરવો તેમ પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિએ જણાવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!