ભરૂચ: કંથારિયા ગામે મસ્જિદ મદ્રેસાના ખેતરોની જાહેર હરાજી વિડિયોગ્રાફી સાથે કરવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો બીજી વાર આદેશ, આ અગાઉ મસ્જિદ મદ્રેસાના ખેતરોની હરાજી આદેશ થતા મોકૂફ કરાઈ હતી.
કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદીયહ ઇસ્લામીયહ,બી-૭૨,ભરૂચ અને વોટર વર્કસ ચેરીટી ટ્રસ્ટ બી-૬૯૧,ભરૂચ વકફ સંસ્થાઓના ખેતરોની તેમજ દુકાનોની જાહેર હરાજી બાબતે અરજદાર સુહેલ ગુલામએહમદ પટેલ ઘ્વારા તાઃ-૧૨/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં લેખિત અરજી કરી હતી. અરજદાર સુહેલ ગુલામએહમદ પટેલની અરજીમાં કરેલ રજૂઆત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના કચેરી અધિક્ષક એમ.એ.શેખએ વંચાણે લેતા કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદિયહ ઈસ્લામીયહ કંથારિયા, બી-૭૨, ભરૂચ અને બી-૬૯૧, ભરૂચ સંસ્થાના ખેતરોની જાહેર હરાજી આગામી તાઃ-૨૫/૦૫/૨૦૨૫ રવીવારના રોજ રાત્રે ઇશાંની નમાઝ બાદ કંથારીયા ગામ ખાતે રાખવામાં આવેલ છે. જે અન્વયે ખેતરોની જાહેર હરાજીની સમગ્ર પ્રક્રિયાનું નીતિ-નિયમ મુજબ કરવાનો બીજી વાર હુકમ કરાયો છે.તેમજ હરાજી અંગેના ફોટા-વિડીયોગ્રાફી તથા તે અંગેનું રોજ કામ, પંચક્યાસ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. તથા જાહેર હરાજી પારદર્શીતા થી કરવા તાકીદ કરવામાં આવેલ છે. પરંતુ લોક ચર્ચા મુજબ આ અગાઉ તા-૦૮/૦૫/૨૦૨૫ ના રોજ પણ વકફ બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ આવતાની સાથેજ કંથારીયા ગામના ટ્રસ્ટીઓ દ્વારા હરાજી મોકૂફ રાખવાનો એકા-એક નિર્ણય લીઘેલ હતો.જે બાદ લોક ચર્ચા એમ પણ ચાલી રહી છે કે આ હુકમ બાદ પણ હરાજી મોકૂફ તો નહીં રખાઈ ને..? અને આ અગાઉ તા-૧૦/૦૫/૨૦૨૫ ના રોજ પણ હરાજી મોકૂફ કેમ રખાઈ એ અંગે ટ્રસ્ટીઓ ખુલાસો આપશે ખરા..? એવા અનેક સવાલો હાલતો ચર્ચાના ચગડોળે ચડ્યા છે. હવે જોવું એ રહ્યું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના હુકમની અમલવારી ટ્રસ્ટીઓ ઘ્વારા થાય છે કે કેમ..? એ તો આવનારો સમયજ બતાવશે.