BHUJGUJARATKUTCH

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નારીશક્તિનું સન્માન કરીને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-11 માર્ચ  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઊર્જાવાન ચેરમેન શ્રી શિશપાલજીની ખાસ પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ૦૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાનો કાર્યક્રમ ભુજ ખાતે એલ.એન.એમ લાયન્સ ક્લબ હોસ્પિટલના સભાખંડમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નારી શક્તિનું સન્માન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમ પશ્ચિમ કચ્છ જિલ્લા યોગ કૉ-ઓર્ડિનેટર શ્રી સંતરામ સાહેબ યોગાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભુજ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીમતી જ્યોતિ ઠાકુર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી દેવાંશીબેન ગઢવી, કબીર મંદિર ભુજના મહંત કિશોરદાસજી, અખિલ કચ્છ સાધ્વી મંડળના પ્રમુખ સાધ્વી જ્યાભારતી, સંન્યાસીની આત્માનંદી, મહંત બલદેવદાસ, લાયન્સ ક્લબના કમલાબેન જોશી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા કોર્ડીનેટર સંતરામ સાહેબ, હિતેશ કપૂર સોશિયલ મીડિયા ઝોન કો-ઓર્ડીનેટર શૈલેષભાઈ ટાંકના વગેરેની ગરિમામય ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.વક્તાઓ સર્વેશ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, મહંત કિશોરદાસજી, કચ્છ સાધ્વી મંડળના પ્રમુખ જ્યાભારતી, સંન્યાસીની આત્માનદી, બ્રહ્માકુમારીના ગીતાબેન રાજસ્થાની દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યની આશીર્વાદ ફાઉન્ડેશનના કૉ-ઓર્ડિનેટરશ્રી પ્રફુલાબેન દ્વારા સ્તન કેન્સર અંગે સાવધાની અને ઉપચાર માટેની સચોટ માહિતી રજૂ કરાઈ હતી. હીનાબેન રાજગોર દ્વારા મહિલાઓને યોગ વિશેની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કામગીરી અંગે વિશેષ માહિતી જિલ્લા કૉ-ઓર્ડિનેટરશ્રી સંતરામ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. શ્રી સંતરામ સાહેબ દ્વારા સ્ત્રીને શક્તિઓને સ્વરૂપ માનવામાં આવી છે તે અંગે ઇતિહાસની વીરાંગનાઓનો ઉલ્લેખ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. યોગનું મહિલા સ્વાસ્થ્યમાં મહત્વ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા “મહિલાઓ માટે તંદુરસ્ત જીવનની તકો મહિલા શક્તિ યોગ મહોત્સવ, સશક્ત નારી સમર્થ ભારત તેવા મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નારી શક્તિને વંદન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામા દસ મહિલાઓને એમના વિશેષ યોગદાન માટે આજના દિવસે વિશેષ સન્માનિત કરવામાં આવી હતી. ગાંધીધામના દેવાંશીબેન કેલા દ્વારા સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ કાઉન્સેલિંગ અંગે મહિલાઓ માટે ઉપયોગી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ભુજના મહિલા પીએસઆઇ શીતલબેન નાઈ દ્વારા પોલીસની શી ટીમ દ્વારા થતી કામગીરી અને સુરક્ષા અંગે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કોચ સુશ્રી વર્ષાબેન જશોદાબેન, તેજલબેન, માધવીબેન, રીનાબેન, નિર્મળાબેન, નેહલબેન, ટિસા ઠક્કર સીમા ઠક્કર, ડૉક્ટર શ્રુતિ ઠક્કર, સંગીતા દધીચ, ગીતુ કટારીયા, ચંદ્રકાન્તભાઈ મકવાણા, દેવેન્દ્રભાઈ ઠક્કર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છના કોર્ડીનેટર પૂજાબેનની ટીમ અને ઝોન કો-ઓર્ડિનેટરશ્રી વિજયભાઈ શેઠનો સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સમગ્ર કાર્યક્રમમાં એન્કર તરીકે કલ્પનાબેન શાહનો સહયોગ મળ્યો હતો. લાયન્સ ક્લબ ભુજના ભરતભાઈ મહેતા દ્વારા અને તેમની ટીમ દ્વારા સભાખંડનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. જિલ્લાના યોગ કોચ યોગ ટ્રેઈનરના સાધકો અને યોગના રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ભુજ નગરના તેમજ કચ્છમાંથી વિવિધ મહિલા સંગઠનોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ટીમના સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો એમ પશ્ચિમ કચ્છ જિલ્લા યોગ કૉ-ઓર્ડિનેટરશ્રી સંતરામ સાહેબ યોગાચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!