હારીજ તાલુકાના અસાલડી ખાતે અગ્નિદેવની સહાયથી હોળી પ્રગટાવી ઉત્સાહ ઉજવ્યો..
હારીજ તાલુકાના અસાલડી ખાતે અગ્નિદેવની સહાયથી હોળી પ્રગટાવી ઉત્સાહ ઉજવ્યો..
હારીજ તાલુકાના અસાલડી ખાતે અગ્નિદેવની સહાયથી હોળી પ્રગટાવી ઉત્સાહ ઉજવ્યો..
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ધર્મમાં તહેવારોનુ વિશેષ મહત્વ રહેલુ છે.દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હિન્દુ ધર્મમાં હોળીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર શ્રધ્ધાપુર્વક ગ્રામજનો દ્વારા ઢોલના તાલે શુભ મુર્હુર્ત પ્રમાણે અગ્નીમાં ચણા, ધાણી, ખજુર,નારીયેળ,કપુર વગેરે હોમી પાણીની ધાવરણી આપી ગામના અબાલ વૃધ્ધ સૌ કોઈ પ્રદક્ષિણા કરે છે. પરીવાર માં જન્મેલાં નાના બાળકો ની પ્રથમ હોળી હોય તેઓને હોળીના દર્શન કરાવાય છે.હારીજ તાલુકાના અસાલડી ખાતે હોલિકા દહન કરી સર્વે સમાજના લોકો સાથે મળી સહિયારી રીતે હોળીકા પુજન કરવામાં આવેલ.ભરતભાઈ અમીન,ગણાજી ઠાકોર ભુવાજી, જોઈતાભાઈ પ્રજાપતિ,ગણપતભાઈ પ્રજાપતિ ભુવાજી,વિરમજી ઠાકોર, વશરામજી રામુજી ઠાકોર, દિનેશભાઈ ડી.પ્રજાપતિ સહીત ગામ લોકોએ હોળીકા ની પ્રદક્ષિણા કરી દર્શન કરી દેશ રોગ મુક્ત બને અને રોગનો નાશ થાય તેવી પ્રાર્થના કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99785 21530