સ્વાધ્યાય પરિવારની દિવાળી ગણવામાં આવે છે આ દિવસે પૂજ્ય પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીનો જન્મદિવસ જેને સ્વાધ્યાય પરિવાર મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પુરોહિત બોર્ડિંગમાં મોટી સંખ્યામાં સ્વાધ્યાય પરિવારો દ્વારા મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પાંડુ, કાસ્ટમ શ્લોકથી કરવામાં આવી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બહેનો દ્વારા દીવડાઓ સાથે રંગોળી બનાવવામાં આવી હતી આ તકે સ્વાધ્યાય પરિવારના ભગતસિંહ રાયજાદા દ્વારા મનુષ્ય ગૌરવ કઈ રીતે વધારે શકાય અને દાદા ના વિચારો રજૂ કરવામાં આવેલા હતા. ત્યારબાદ સાગર માકડીયા દ્વારા સ્વાધ્યાય પરિવારમાં બનેલા ભાવવાહી પ્રસંગોની વાતો કરેલી હતી કાર્યક્રમના અંતે સ્વાધ્યાય પરિવારો દ્વારા મીણબત્તી પ્રગટાવી ને ભાવગીત સાથે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના કાર્યોને બિરદાવ્યા હતા..
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ