વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભવાડી ગામ ખાતે થોડા દિવસ અગાઉ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ પત્ની રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. પરંતુ હાલમાં પત્ની સાસરીમાં પોતાના બાળકને મળવા માટે આવી હતી.પરંતુ પતિએ બાળકને મળવા ન દેતા ફરીથી પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિએ પોતાની પત્નીને અપશબ્દ બોલી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આશરે પાંચેક વર્ષ પહેલા આહવાના રાણી ફળિયાની કણિકાબેન અને ભવાડી ગામના વિજય સુકીરાવ પવાર વચ્ચે પ્રેમ સબંધ થયેલ હતો.અને ભવાડી ગામે પતિ-પત્ની તરીકે રહેતા હતા.ત્યારે લગ્નજીવનમાં તેમને સંતાનમાં એક દિકરો જેનુ નામ પ્રિન્સ(ઉ. વ.૩) છે. આશરે એકાદ વર્ષ પહેલા પતિ વિજય સાથે ઘરકામ બાબતે કણિકાનો ઝઘડો થયેલ હતો. જેથી કણિકાબેન પોતાના પીયરમાં પિતાજીના ત્યાં જતી રહેલ હતી. અને કણિકાબેન પિતાજીના ઘરે જ રહેતી હતી. અને ગઇ તા.01/04/2025નાં રોજ કણિકાબેનના દાદા સુર્યમણભાઈના ઘરેથી નીકળી બસમાં બેસી ભવાડી ગામે દીકરા પ્રિન્સને જોવા આવેલ હતી. અને પહેલા ભવાડી ગામની તેમની બહેનપણી શાંતાબેનના ઘરે ગયા હતા. અને થોડીવારમાં પતિ વિજય એ કણિકાબેનની બહેનપણીના ઘરે આવી તેમને પુછેલ કે, તુ શું કામ અહીં આવેલ છે. જેથી કણિકા એ પતિને કહેલ કે હું પ્રિન્સને જોવા આવેલ છું. તેમ કહેતા પતિએ કહેલ કે તને છોકરાને જોવા દેવાનો નથી. તેમ કહી કણિકા સાથે બોલાચાલી કરી જતો રહેલ હતો. બાદમાં કણિકા દીકરાને જોવા ગયેલ નહી અને બહેણપણીના ઘરે જ હતી. અને સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે બહેનપણી શાંતાબેનના ઘરેથી ચાલતી ચાલતી ભવાડી ગામના ફાટક પાસે જવા નિકળેલ હતી.તે વખતે રસ્તામાં સીમગભાઈ ઇકત્યાભાઈ પવારનાં ઘર પાસે પતિ વિજય પવાર મોટરસાયકલ પર આવ્યો હતો.અને તેણીની સાથે ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો. તેમજ ગાળાગાળી કરી એકદમ ઉશ્કેરાઈ જઈ કણિકાબેનને ઢીકા પાટુનો તેમજ વાંસના ડંડા વડે માર મારવા લાગેલ હતો.જેથી તેણીએ બુમાબુમ કરતા નજીક માંથી તેણીના સંબંધી મામા સીમગભાઈ તથા તેની પત્ની સુંદરબેન તેણીને બચાવવા આવ્યા હતા.અને જતા જતા પતિ વિજયભાઈ એ કહેલ કે આજે તો બચી ગયેલ છે. બીજીવાર આવશે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી તેઓ જતા રહેલ હતા.તા.02-04-2025નાં રોજ શરીરે વધારે દુઃખાવો થતો હોય જેથી કણિકાએ પિતાજીએ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયેલ હતા. જે બાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.અને વઘઈ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..