વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહમાં અદા કરીને શાનદાર ઉજવણી કરાઇ
તારીખ ૦૮/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહ માં અદા કરી શાનદાર ઉજવણી કરી વેજલપુર ગામે આવેલ હાઈવે ઉપર આવેલ ઈદગાહ માં મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની નાં પાવન પર્વ ગણાતા ઈદુલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી આંનદ અને ઉત્સાહ પૂર્વક કોમી ભાઈચારાના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી હતી જેમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શનિવારે વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઈદગાહ માં એક સાથે નમાજ અદા કરી હતી જેથી વેજલપુર ગામના તમામ મુસ્લિમ વિસ્તારોમાં બકરી ઈદનો અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો જેમાં શનિવારની વહેલી સવારે વેજલપુર ખાતે આવેલ ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી ઇદની નમાઝ બાદ કબ્રસ્તાન ખાતે પોહચી મર્હુમ મૃતકો માટે ખાસ દુવા કરી હતી ત્યાર બાદ બકરી ઈદના તહેવારને હર્ષોલ્લાસ સાથે મુસ્લીમ બિરાદરોએ ઈદ ની ઉજવણી કરી હતી.