ARAVALLIBHILODAGUJARAT

ATMમાંથી પૈસા ઉપાડવા જતા જો…જો કોઇ ગઠિયા ભટકાઇ ન જાય : જાણી લો ગઠિયાઓની રીત, ભિલોડામાં હજ્જારોની છેતરપિંડી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ATMમાંથી પૈસા ઉપાડવા જતા જો…જો કોઇ ગઠિયા ભટકાઇ ન જાય : જાણી લો ગઠિયાઓની રીત, ભિલોડામાં હજ્જારોની છેતરપિંડી

*ભિલોડામાં બે ગઠિયાઓ ATMમાં પ્રવેશીને યુવકને મશીનમાંથી પૈસા કાઢવામાં મદદ કરવાની ઓફર કરી હતી. ત્યારબાદ મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ચતુરાઈથી બદલી લીધું હતુ*

બેંકના ATMમાં પૈસા ઉપાડવા કોઈ મદદ કરવા ની ઓફર કરે તો સચેત થઈ જજો કારણકે મદદના બહાને જોજો ક્યાંક કોઈ ગઠીયા આપના બેન્ક એકાઉન્ટનું તળિયું સાફ ન કરી દે.આવો જ એક ચોંકાવનારો કિસ્સો ભિલોડામાં બન્યો હતો. જેમાં ભિલોડા બજારમાં ખરીદી કરવા આવેલ એક વ્યક્તિને એટીએમ મશીનમાં મદદના બહાને બે ગઠિયાઓએ ફ્રોડ કરી તેમના એટીએમ કાર્ડ બદલી બેન્ક એકાઉન્ટ માંથી 40 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા ભોગ બનનાર યુવકની પત્નીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

હિંમતનગર પોલીટેકનિકમાં જીઆઈએસએફમાં ફરજ બજાવતા અને ભિલોડાના કિસનગઢના તુલસાબેન કાંતિભાઈ ભગોરા નામના મહીલા કર્મી તેમના પતિ સાથે ભિલોડા બજારમાં ખરીદી કરવા ગયા હતા પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેમના પતિને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી પૈસા ઉપાડવા મોકલતા તેમના પતિ એટીએમ માં પહોંચી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરતા હતા ત્યારે બે ગઠિયાઓ એટીએમમાં પહોંચી નેટનો પ્રોબ્લેમ લાગે છે કહી કાંતિભાઈને વાતોમાં રાખી એટીએમ બદલી કરી જતા રહ્યા હતા પૈસા નહીં ઉપડતા કાંતિ ભાઈએ તેમના પત્નીને વાત કરી હતી અને ઘરે પરત આવતા દરમિયાન તેમના એટીએમથી એચડીએફસી બેંકમાંથી પૈસા ઉપડ્યા હોવાના ચાર મેસેજ આવતા અને 40 હજાર રૂપિયા ઊપડી જતા પતિ-પત્ની ચોંકી ઉઠ્યા હતા અને બે ગઠિયાઓની છેતરપિંડીનો ભોગ બનતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!