પાટડી તાલુકાના દેગામ ગામમાં મંદિર ચોકમાં ઢોરોનો મેળાવળો જામતા લોકો ત્રાહિમામ

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આથી આ અંગે ગ્રામજનોએ સામૂહિક સહીઓ સાથે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી છે જેમાં સ્કૂલમાં આવતા જતા બાળકો અને મંદિરે દર્શન કરવા જતા લોકો આ ઢોરોના અડફેટે આવે એ પહેલા પગલાં ભરવા સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પાટડી તાલુકાના દેગામ ગામના ગ્રામજનો દ્વારા દેગામ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યાનુસાર દેગામ ગામના મુખ્ય મંદિર ચોકમાં ગામની મુખ્ય બજાર આવેલી છે ત્યાં ગામની વચ્ચે ઊભા રહેતા ઢોરોના લીધે ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે વધુમાં લોકો માટે આ આવવા જવાનો મુખ્ય રસ્તો છે આ રસ્તેથી શાળાએ જતા બાળકો અને મંદિરે દર્શન માટે આવતા લોકોને ક્યારેક ઢોર ઝઘડવાના કારણે કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બને એમ છે સાથે સાથે આ ઢોરોના જમાવડાના કારણે ગામની વચ્ચે ગંદકી થતી હોવાના કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની પણ દહેશત છે આથી આ ઢોરોના જમાવડાનો તાકીદે યોગ્ય નિકાલ કરી ગંદકી દૂર કરવામાં આવે એવી વ્યાપક માંગ ગ્રામજનોએ ઊઠાવી છે અગાઉ પાટડીમાં રખડતા ઢોરના અડફેટે બે વ્યક્તિના મોત નીપજવાના બનાવો બનેલા છે ત્યારે આવો ગોઝારો બનાવ દેગામ ગામમાં બને એ પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વ્યાપક માંગ દેગામ ગામમાં ઊઠવા પામી છે.




