CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ વાવડી ગામે ગેરકાયદેસર ખનન પર દરોડો પાડી રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર, 2 લોડર, 8 મોટા ટ્રક (ટ્રેલર) 1 ટ્રેકટર, 1 જનરેટર, 1 કંમ્પ્રેશર સહિત કુલ મળીને રૂ.6,87,52,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર, 2 લોડર, 8 મોટા ટ્રક (ટ્રેલર) 1 ટ્રેકટર, 1 જનરેટર, 1 કંમ્પ્રેશર સહિત કુલ મળીને રૂ.6,87,52,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની ટીમ તેમજ મામલતદાર ચોટીલા અને ખાણ ખનિજ વિભાગ સુરેન્દ્રનગરની સંયુકત ટીમ દ્વારા મોજે વાવડી તાલુકો ચોટીલાના સર્વે નંબર ૮૩ પૈકી વાળી જમીનમાં આવેલ લીઝની તપાસણી કરવામાં આવેલ જે લીઝના લીઝ હોલ્ડર જયવંતભાઇ હકુભાઇ વાળાએ આ લીઝમાં અનેક ગેરરીતિઓ કરેલ હોવાથી સદરહુ લીઝ સીઝ કરવામાં આવી હતી આ લીઝમાં સરકારની કોઇ૫ણ જોગવાઇઓ, ૫રિ૫ત્રો, ઠરાવો, કાયદાનું પાલન કરતા ન હોવાથી લીઝ ઉ૫ર અનેક ક્ષતિઓ ઘ્યાને આવેલ સાથે સાથે વાવડીના આજુ બાજુના સર્વે નંબર ૯૬/પૈકી વાળી જમીનમાં ખુબ જ મોટા પાયે કોઇ૫ણ પ્રકારની ૫રવાનગી વગર ખોદકામ કરવામાં આવેલ છે તેમજ જામવાળીના સરકારી સર્વે નંબર વાળી જમીનમાં વેસ્ટ પાણીનો નિકાલ અને ખોદકામ કરવામાં આવેલ છે જે તમામ વિગતો તેમજ અનેક ક્ષતિઓ ઘ્યાને આવતા નાયબ કલેકટર ચોટીલાએ તેઓએ મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો મુદ્દામાલ સ્થળ ઉ૫ર જ સીઝ કરવામાં આવ્યો હતો સીઝ કરેલ મુદ્દામાલની વિગત જેમાં 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર, 2 લોડર, 8 મોટા ટ્રક (ટ્રેલર), 1 ટ્રેકટર, 1 જનરેટર, 1 કંમ્પ્રેશર, 150 મેટ્રિક ટન સીલીકા ઉકત મુદ્દામાલ મળી કુલ રૂ.6,87,52,500 નો મુદ્દામાલ સ્થળ ઉ૫ર જ સીઝ કરવામાં આવ્યો હતો આ લીઝની તપાસણી બપોરના ૦૩/૦૦ કલાક થી રાત્રીના ૧૧/૦૦ વાગ્યા સુઘી ચાલેલ હતી લીઝમાં તપાસણી દરમ્યાન ઘ્યાને આવેલ ક્ષતિઓ લીઝવાળી જગ્યાના કોઈ હદ નિશાન યોગ્ય નિભાવેલ નથી, લીઝ માંથી નીકળતા સ્ટોક અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નથી, લીઝમાં ઉ૫યોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું રજીસ્ટર નિભાવેલ નથી, લીઝ અંગેના કોઈ પણ પ્રકારના રજીસ્ટરો, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, લીઝમાંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટ માલ અંગેના રેકર્ડ નિભાવે નથી, લીઝની બાજુમાં વાવડી ગામની જમીન તેમજ જામવાળી ગામના સરકારી સર્વે નંબર વાળી જમીન અનઅઘિકૃત કબજો કરી કોઇ૫ણ પ્રકારની ૫રવાનગી વગર ખોદકામ કરેલ છે, સદરહુ લીઝમાં મજુરોની સેફટી અંગે કોઇ જ સુવિઘાઓ રાખવામાં આવેલ નથી, લીઝમાં ઉ૫યોગમાં લેવામાં આવતા એક૫ણ વાહનોનું સરકારની જોગવાઇઓ મુજબ VTMS માં નોંઘણી કરાવેલ નથી, આ અંગે કેટલુ ખનિજ લીજમાંથી કાઢવામાં આવેલ છે કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે તે અંગેનું કોઇ૫ણ રેકર્ડે નિભાવવામાં આવેલ નથી, વઘુમાં સ્થળ ઉ૫ર જ ખાણ ખનિજ અઘિકારી કર્મચારીઓ દ્વારા ઓ૫ન કટીંગ વાળા સ્થળે પાણી ભરેલ હોવાથી બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે તે અંગે મા૫ણી કરવામાં આવી, લીઝ વાળી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ નથી ઉકત લીઝ ઘારકે તદન ગેરકાયદેસર રીતે વાવડી તેમજ જામવાળીની સરકારી જમીનમાં કબજો કરી ખોદકામ કરેલ હોવાથી તેઓની વિરુઘ્ઘ The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 મુજબ વસૂલાત તેમજ લેન્ડ ગ્રેબિંગની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!