વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય જેના ઉકેલ માટે ગ્રામ પંચાયતને રજૂઆત મળતા પંચાયત દ્વારા 15 માં નાણાંપંચની યોજનામાં અલગ અલગ જગ્યાએ 20 થી વધુ બોર કરવામાં આવ્યા હતા,જેના પગલે પાણીની સમસ્યા અનુભવતા જે તે વિસ્તારના લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.ખેરગામના ટાઉન વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે પંચાયત દ્વારા વર્ષોથી ઘરેઘર સુધી પાણીની પાઇપલાઇન ઉપલબ્ધ કરવામાં આવેલી છે,જેના થકી ગામના હજારો લોકો આ પાણીનો ઉપયોગ કરતા આવ્યાં હોય પંચાયતની આ યોજના અનેક પરિવારો માટે આશીર્વાદ પુરવાર થઈ છે.પરંતુ ગામના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમ્યાન હજુ પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી હોવાનું ગામના સરપંચ ઝરણાબેન પટેલના ધ્યાને આવતા અને તેમને આ બાબતની રજૂઆત મળતા તેમણે પંદરમાં નાણાં પંચની યોજનામાં ગામના કેટલાક ફળિયામાં પાણીના બોર અને હેન્ડપમ્પ માટે સરકારમાં દરખાસ્ત કરતા અને સરકારે પણ બોર અને હેન્ડપમ્પ માટે મંજૂરી આપતા તાજેતરમાં ખેરગામના અલગ અલગ ફળિયામાં અઢાર જેટલા પાણીના બોર અને હેન્ડપમ્પ માટેની કામગીરી કરવામાં આવી હતી.ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા પંચાયતે હાથ ધરેલી કામગીરીથી લોકોએ ઘણી રાહત અનુભવી હતી.ગામમાં કોઇપણ પાણીની સુવિધાથી વંચિત રહી ના જાય તે માટે જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય ત્યાં પંચાયત દ્વારા બોર અને હેન્ડપમ્પની કામગીરી કરવામાં આવી છે,આ વખતે અત્યાર સુધી 20 જેટલા બોર અને હેન્ડપંપના કામ કરવામાં આવ્યા હતા.એક બોર અને હેન્ડ પંપના ફળિયાના સાતથી આઠ ઘરોને પાણીનો લાભ મળે છે..ઝરણા પટેલ,સરપંચ ખેરગામ..