વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
બુથ સમિતિ થકી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દરેક ચુંટણીમાં વિજય મેળવ્યો છે.ત્યારે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના આહ્વાનથી સંગઠન પર્વ 2024 અંતર્ગત નવીન બુથ સમિતિ બનાવવાની કાર્યવાહીના ભાગરૂપે ખેરગામ બુથ નંબર 4 માં ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા બુથનં 4ના પ્રમુખ રાજેશભાઈ ટેલરનું સન્માન કર્યું હતું.અને બુથની કામગીરી અંગે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા.જેમાં મહામંત્રી શૈલેષભાઇ ટેલર,પ્રશાંતભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ,માજી સરપંચ કાર્તિક પટેલ,રીંકુ આહીર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ખેરગામ તાલુકામાં દરેક બુથ ઉપર કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે,જે અંગે ધારાસભ્યએ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.