વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ગ્રામ સભાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું,જેમાં ગામમાં પાણીની સમસ્યા,આવાસ સહિતના અનેક પ્રશ્નો બાબતે રજુઆત થતા તેના ઉકેલ માટે જરૂરી સૂચનો ડીડીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.ખેરગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામ સભામાં ટીડીઓ એમપી વિરાણી, સરપંચ ઝરણાબેન પટેલ,ડે. સરપંચ જગદીશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં કેટલાક લાભાર્થી જેઓ આવાસ મેળવવા ફોર્મ ભર્યા હોવા છતાં તેમને હજુ સુધી આવાંસની ફાળવણી કરવામાં આવી નથી જેથી આવા લાભાર્થીઓને આવાસનો લાભ મળે એવી માંગ થતા ડીડીઓ દ્વારા આવાસ માટે રિસર્વે કરાવી લાભાર્થીઓને આવસ મળે એ માટે વ્યવસ્થા હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.જ્યારે વેણ ફળીયા ખાતે પાણીના પ્રશ્ને પણ રજુઆત થઈ હતી.જ્યાં બોર કરેલો હોય પરંતુ તે પુરાય જતા પાણીની મોટર લઈ ગયા હતા, જ્યાં બીજી મોટર માટે પણ રજુઆત થઈ હતી.માંહ્યવંશી મહોલ્લામાં પાણીની ટાંકી જર્જરિત તેમજ બીજી એકબે ટાંકી બાબતે ગ્રામસભામાં રજુઆત થઈ હતી.જ્યારે ગ્રામ પંચાયતનું નવુ ભવન બનાવવા બાબતે પણ ચર્ચા થઈ હતી.ખેરગામનો અતિ ઉપયોગી પોસ્ટ ઑફિસથી રામજી મંદિર થઈને હાઈસ્કૂલ સુધીનો લિંક રોડ વારંવાર બિસમાર બની જાય છે,જેને આરસીસી રોડ બનાવવા અને રસ્તાની બાજુમાં ગટર બનાવી આપવા પણ ચર્ચા થઈ હતી.ગ્રામ સભા શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ ડીડીઓએ સરપંચ ઝરણાબેન પટેલ સાથે ગામની આંગણવાડી તેમજ શાળાની મુલાકાત લઈ અભ્યાસ કરતા બાળકોમાં શિક્ષણનું મૂલ્ય ચકાસયું હતું.અને જરૂરી સૂચનો કર્યા હતા.ખેરગામ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને કેટલ સેડ યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી જે બાબતે નવસારી ડીડીઓ સમક્ષ ગ્રામસભામાં ખેરગામ ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો કેટલ સેડથી વંચિત છે જેમને કેટલ સેડ મળે તે માટે રજૂઆત કરી હતી,જે બાબતે ડીડીઓએ જણાવ્યું હતું કે કેટલ સેડ યોજના હવે મળે તેમ નથી જેથી તમે 15 માં નાણાપંચ આયોજન કરી શકો તેમજ ગ્રામ પંચાયતનું સ્વ ભંડોળમાંથી પણ આયોજ કરી શકો