GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં સખી મંડળની બહેનોની કલાત્મક રાખી મેળાનો પ્રારંભ,મહાનુભાવોએ સ્ટોલ્સની મુલાકાત લઈ વધાવ્યો ઉત્સાહ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા તથા DAY-NULMના UCD વિભાગ અને ‘ઉડાન સખી સંઘ’ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણના હેતુથી રાખી મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા કચેરી પાસે યોજાયેલા મેળાની મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ ,ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનો દ્વારા બનાવાયેલી આકર્ષક રાખડીઓની પ્રશંસા કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને બજાર મળે તે હેતુથી યોજાયેલો આ મેળો ૨૮ ઓગસ્ટ સુધીનાગરિકો માટે ખુલ્લો રહેશે. નાગરિકોને સ્થાનિક બહેનો પાસેથી રાખડીઓ ખરીદી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!