નેત્રંગ તાલુકામાં શિક્ષકો દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને તાલુકા વાસીઓને જાગૃતિ કરવામાં આવ્યા
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૭/૦૭/૨૦૨૪
રાજય ભરમા ચાંદીપુરા વાયરસ પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામે પ્રથમ ચાર વર્ષ ના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જીલ્લા ભરનુ આરોગ્ય તંત્ર હરકતમા આવી ગયુ.
બાળક ને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામા આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો ન લીધો તેવામા નેત્રંગ મોવી રોડ ઉપર આવેલ ખરેઠા ગામે પણ ચાર વર્ષ ના બાળકમા શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખાદેતા તેને ૨૫મી જુલાઈના રોજ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે થી વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવેલ જેને લઇ ને નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ.એન.સીંગ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા તેમજ આરોગ્ય વિભાગ ની ટીમે ખરેઠા ગામે પહોંચી જઇ ને તકેદારીના પગલા ભર્યા હતા. ગામમા દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી હતી. ખરેઠા ગામના બાળકનુ ગોત્રી હોસ્પિટલ ખાતે તા.૨૬મીના રોજ બપોરના બે કલાકે સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનુ નેત્રંગ આરોગ્ય વિભાગ ના મુખ્ય અધિકારી ડૉ એ.એન.સીંગે ટેલિફોનિક વાતચીત મા જણાવ્યુ હતુ. જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સામે આવશે.
ત્યારે તાજેતરમાં જ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી કે.વી. ગામીતની અઘ્યક્ષતામાં મળેલ બેઠક મુજબ તાલુકાના નાગરિકોને ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારે નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ઘરે ઘરે ફરી ચાંદીપુરા વાયરસને લઈને તાલુકા વાસીઓને જાગૃતિ કરવામાં આવ્યા. જેમાં નેત્રંગ તલુનાની ૧૧૦ પ્રાથમિક શાળા, ૬ નોન ગ્રાન્ટેડ ૭ આશ્રમ શાળા અને ૧ ગ્રાન્ટેડ ના ૨૫૦ જેટલા શિક્ષકોએ ઘરે ઘરે ફરી ચાંદીપુરા વાયરસ અંગે લોકોને જાગૃત કરતા તેના લક્ષણો શું છે, તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય, તેના સાવચેતીના પગલાં અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે જાણકારી આપવામાં આવી હતી.