AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે હથિયાર બંધી ફરમાવાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકસભાની સામાન્ય ચૂંટણી, ર૦૨૪ની જાહેરાત થતાં જ તા.૧૬/૩/૨૦૨૪ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ડાંગ જિલ્લામાં ૨૬-લોકસભા સંસદીય બેઠક માટેનું મતદાન તા.૭/૫/ર૦૨૪ ના રોજ યોજાનાર છે. ચૂંટણી દરમિયાન હિંસક બનાવો ન બને, કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડવાના કૃત્યો ન થાય, તેમજ મુકત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે, તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેવી કાર્યવાહી કરવા ઉપરાંત, હિંસક બનાવોમાં તેમજ કાયદો અને વ્યવસ્થાને બગાડતાં કૃત્યોમાં હથિયારોનો ઉપયોગ ન થાય તે માટે, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે થઇ ન શકે તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં હથિયારો સાથે હરવા ફરવા ઉપર ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.

અધિક કલેક્ટરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૪૪ થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે નીચે મુજબ હુકમ કરવામા આવ્યા છે.
(૧) સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર ધારણ કરવું નહીં, અથવા આવા હથિયાર સાથે હરવું ફરવું નહીં,

(૨) ડાંગ જિલ્લામાંથી કે બહારના જિલ્લામાંથી મેળવેલ પરવાના ઘારણ કરનાર વ્યક્તિઓએ, સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેઓએ પણ હથિયાર/હથિયારો ઘારણ કરવા નહી. અથવા હથિયાર/હથિયારો સાથે જાહેરમાં હરવું ફરવું નહિ. તેમજ આ આદેશ ડાંગ જિલ્લામાં રહેતા અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાના ઘારકોને પણ લાગુ પડશે,

(૩) આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ પરવાના વાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો તાત્કાલીક અસરથી જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ ક્વાર્ટરે, સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યક્તિઓએ હથિયાર કે હથિયારો જમા કરાવવામાં આવે તે માટે પગલા લેવા, તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ કરવાની રહેશે,

(૪) જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થઈ ગયેલ હોય, અને રીન્યુઅલ અર્થે કચેરીમાં રજૂ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજૂ કર્યાની કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ, કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે, અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.

અપવાદ ; આ હુકમ નીચે મુજબના વ્યક્તિઓને લાગુ પડશે નહી. ઉપરોક્ત ક્રમાંક નં. (૧) થી (૪) નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

(૧) સરકારી નોકરી પર કામકાજ કરતી કોઇ વ્યક્તિ તેની ફરજના ભાગરૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઈ પણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું હથિયાર લઇ જવાની ફરજ હોય તે વ્યક્તિઓને.

(૨) રાષ્ટ્રિયકૃત તેમજ સહકારી બેંકો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તેમજ રાજય સરકારના જાહેર સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડને (વ્યકિતઓને) કામકાજ ના સમય દરમ્યાન હથિયાર સુરક્ષા અર્થે રાખવાની છુટ રહેશે.

(૩) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અઘિક્ષકશ્રીએ અધિકૃત કરેલ તેવી બીજી કોઈ વ્યક્તિઓને

(૪) નેશનલ રાયફલ એસોસીયેશનના રમતવીરો.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ મુજબની શિક્ષાને પાત્ર ઠરશે.

આ જાહેરનામું તારીખ ૧૬/૩/૨૦૨૪ થી તારીખ ૧૪/૫/૨૦૨૪ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!