ARAVALLIGUJARATMODASA

શામળાજીના શામળપુરમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા,પુત્ર ફરિયાદી બન્યો, પિતા હત્યાના આરોપી બનતાં શામળપુર ગામમાં ઘટનાએ ભારે ચકચાર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજીના શામળપુરમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા,પુત્ર ફરિયાદી બન્યો, પિતા હત્યાના આરોપી બનતાં શામળપુર ગામમાં ઘટનાએ ભારે ચકચાર

અરવલ્લી : શામળાજી તાલુકાના શામળપુર ગામમાં ઘરકંકાસની ઘટના હત્યામાં પરિણમી હતી. પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી દેતાં તેણીનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

મળતી માહિતી મુજબ, શામળપુર ગામે રહેતા પ્રભુદાસ વિરજી ગામેતી અને તેમની પત્ની કૈલાશબેન વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન પ્રભુદાસે ઉશ્કેરાઈ જઈ ઘરમાં પડેલી કુહાડી વડે પત્નીના માથામાં ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલી કૈલાશબેન જીવ બચાવવા ઘર બહાર દોડી હતી, પરંતુ ઘર નજીક ખુલ્લી જગ્યામાં ઢળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ આરોપી પતિ મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો હતો. દરમિયાન મૃતકના પુત્રને ઘટનાની જાણ થતાં તે ઘરે દોડી આવ્યો હતો. પુત્ર સહિત આસપાસના લોકો એકત્ર થતાં આરોપી પ્રભુદાસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને મૃતકના પુત્ર દીપક પ્રભુદાસ ગામેતીની ફરિયાદના આધારે તેના પિતા પ્રભુદાસ વિરજી ગામેતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.પોલીસે ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પુત્ર ફરિયાદી બન્યો, પિતા હત્યાના આરોપી બનતાં શામળપુર ગામમાં ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

Back to top button
error: Content is protected !!