BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ફિલ્મી સ્ટાઈલમાં નર્મદા નદીમાં કાર ઉતારી:યુવાનની કાર ભરતીના પાણીમાં ફસાઈ, વિડીયો થયો વાયરલ
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં એક યુવાનની ફિલ્મી સ્ટાઈલ તેને ભારે પડી ગઈ. નર્મદા નદીના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફના કિનારે એક યુવાને ફિલ્મી અંદાજમાં કાર ઉતારી. પરંતુ આ સાહસ તેને મોંઘું પડ્યું.
કિનારાની કાંપવાળી જમીનમાં કારના પૈડાં ખૂંપી ગયા. કારને કીચડમાંથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ હતો ત્યાં જ નદીમાં ભરતીની શરૂઆત થઈ ગઈ. ભરતીના કારણે પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું.
પરિસ્થિતિની ગંભીરતા સમજી યુવાન કિનારે પહોંચી ગયો. જોતજોતામાં કાર પાણીમાં ફસાઈ ગઈ. કાર પાણીમાં તણાઈ જવાનો ભય પણ સર્જાયો હતો. આખરે પાણી ઓસર્યા બાદ ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી.