GUJARATMODASA

મોડાસા તાલુકાના મોતીપુરા ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું, ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખેતરોમાં વરસાદી પાણી ફરી વર્યા 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકાના મોતીપુરા ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું, ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખેતરોમાં વરસાદી પાણી ફરી વર્યા

આજે વરસેલા વરસાદે ને કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ નું નિર્માણ પામ્યું હતું જેમાં ખાસ કરીને મોડાસા તાલુકાના મોતીપુરા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈ ડુંગળ ના પાણી મોતીપુરા ગામમાં ઘુસ્યા હતા. અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.ગામમાં જ્યાં જોવો ત્યાં પાણી પાણી જ જોવા મળ્યા હતા ગામમાં કેનાલ ના પાણી પણ ગામમાં ઘૂસ્યા હતા સાથે સાથે આજુબાજુ વિસ્તારમાં 2 કિમી જેટલા વિસ્તારમાં ખેતરોમાં પાણી જોવા મળ્યા હતા ખેડૂતો ના ખેતરનો પાક સંપૂર્ણ પાણીમાં ઘરકાવ થયો હતો. જેમાં સોયાબીન, મગફળી સહિત અનેક પાકને ખેડૂતો ને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. હાલ તો મોતીપુરા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે આ બાબતે તંત્ર દ્વારા સર્વ કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!