GUJARATNAVSARI

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રેરણાત્મક સુત્રોની રોડ પેઇન્ટિંગ કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ અવનવા કાર્યક્રમો તથા પ્રવૃતિઓ થકી મતદારોને જાગૃત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા) વિ.સ.મ.વિ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદાના માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના ખડકાળા ચોકડીથી હનુમાન બારી ચોકડી સુધીના રોડ પર લોકોમાં મતદાર જાગૃતિ અને મતદાનની અપીલ માટેની સ્વીપની પ્રવૃતિના ભાગરૂપે રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મતદાના માટે પ્રેરણા આપતા  વિવિધ સુત્રોના માધ્યમ થકી આગામી તા. 07/05/2024 ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સુત્રો તમામ રાહદારીઓ માટે ધ્યાનાકર્ષણરૂપ બન્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!