GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામે મકાનના પ્લોટની માપણી કરતા સમયે બે મહિલાઓ સહિત છ જણાએ હુમલો કરતા નોંધાઈ ફરિયાદ.

 

તારીખ ૧૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ મથકે ઈરફાન યુસુફ બગલી દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ તથા તેઓના ભાઈ આરીફ યુસુફ બગલી દ્વારા વેજલપુરના દિવાન ફળિયામાં બે પ્લોટ 2018 માં જોસનાબેન જયસ્વાલ પાસેથી વેચાણ લીધો હતો જેમાં એક પ્લોટ માં ફરિયાદીએ મકાન બનાવ્યું હતું અને બીજા પ્લોટ માં તેના ભાઈ આરીફ ના મકાન બનાવવાની કામગીરી કરતા હતા આ જગ્યામાં મુસ્તાક ઈસ્માઈલ કઠિયા નો ભાગ આવતો હોવાથી બંને ભાઈઓએ વકીલ મારફતે તેને નોટિસ આપી હતી 13 ફેબ્રુઆરીના રોજ આરીફ ભાઈ દ્વારા મકાનની માપણી કરતા ફરિયાદી ની જગ્યા ઉપર મુસ્તાકે મકાન બનાવી દીધેલ હોવાથી મુસ્તાકને કહેવા જતા થાય તે કરી લો અમે અમારું મકાન નહીં તોડીએ તમારે તોડવું હોય તો જેસીબી થી તમારા જેટલી જગ્યા તોડી નાખો તેમ કહ્યું હતું જેથી આરીફ ભાઈ જેસીબી થી મુસ્તાકે બનાવેલી દિવાલ તોડાવતા હતા તે સમયે મુસ્તાક કઠીયા ,મેમુના બાડી , ઈરફાન કઠિયા, બાસિત બાડી,આયેશા કઠિયા,રહેમત કઠિયા એમ છ જેટલા વ્યક્તિઓએ ગાળા ગાળી કરી જુઓ તકરાર કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મુસ્તાક ઈસ્માઈલ કાઠિયા દ્વારા અભદ્ર ભાષા બોલી અશ્લીલ અને ગંદા ઈશારા કર્યા હોવાની બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!