GUJARATHALOLPANCHMAHAL
હાલોલ: સનફાર્મા દ્વારા નિર્મિત ગુજરાતના પ્રથમ બાળ કલરવ વર્ગનું ઉદઘાટન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૮.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના વિઠ્ઠલપૂરા પ્રાથમિક શાળામાં બાલ વાટીકાના બાળકોના શિક્ષણ ની સુવિધા માટે સન ફાર્મા હાલોલ દ્વારા બાળ કલરવ વર્ગ નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના અભ્યાસ ક્રમ મુખ્યના શૈક્ષણિક રમકડા, સ્લાઈડ ફર્નિચર કલરકામ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.બાળ કલરવ વર્ગનું ઉદ્ઘાટન હાલોલ સનફાર્મા કંપની ના બ્રિજેશ ચૌધરી, પ્રતીક પંડ્યા ના હસ્તે કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે હાલોલ તાલુકાના ટી.પી. ઇ.ઓ,બીઆરસી કો. ઓ તેમજ કેળવણી નિરીક્ષક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.