BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય વિસનગરમાં “નવીન વોકેશનલ લેબ” નો શુભારંભ કરવામાં આવેલ
9 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળામાં વોકેશનલ શિક્ષણ આપવામાં આવે છે. બાળકોમાં સર્વાંગી વિકાસ અને કૌશલ્ય કેળવાય તે હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪ માં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે( 1)એપરલ(શિવણ) અને(2) ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાડૅવેર ની લેબ ફાળવવામાં આવી હતી. જેનો શુભારંભ આજ રોજ તા:8 જુલાઈ ૨૪ ને સોમવાર ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખ શ્રી કે.કે.ચૌધરીના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો. આ સમયે શાળાના આચાર્યશ્રી તથા શાળાના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને એપરલ તથા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાડૅવેરના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.