GUJARATJAMNAGAR CITY/ TALUKO

સાંસદ પૂનમ માડમનું પ્રેરક સેવાકાર્ય

જામનગર , દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓની શાળાઓ માટે ૨૨૬ વોટર કુલરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ

વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.લિ. દ્વારા સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે  પ્રસંશનીય સેવાકીય કાર્ય

જામનગર (ભરત ભોગાયતા))

જામનગર અને દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓની શાળાઓ માટે ૨૨૬ વોટર કુલરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા જે માટે વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.લિ. દ્વારા સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સેવાકીય કાર્ય હાથ ધરાયુ હતુ.

 

ભારતના વિશેષ ઉજ્જવળ ભાવિ સમાન શાળાના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનયજ્ઞને આગળ ધપાવવાની સાથે સાથે પીવાના ઠંડા પાણીની સુવિધાઓ મહત્વ ધરાવે છે ત્યારે
વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.લિ. દ્વારા સામાજિક ફરજના ભાગરૂપે, જામનગર સંસદીય વિસ્તારની વિવિધ ર૨૬ શાળાઓમાં વોટર પ્યોરિફાયર સાથેના વોટર કૂલર ભેંટ આપવાનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે

આ સેવાયજ્ઞ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૨ શાળાઓમાં વોટર કુલર સાધન સહાયનુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયાના નગરપાલીકાના ટાઉનહોલ ખાતેથી ૧૨-જામનગર લોકસભા વિસ્તારના સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે ગત તારીખ ૨૭ના લોકાર્પણ
કરવામાં આવ્યુ હતુ.

તેવીજ રીતે તારીખ ૨૮ ના રોજ જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે જામનગર અને મોરબી જીલ્લાની ૧૨૪ શાળાઓ માટે વોટર કુલરના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

“સૌ નો સાથ સૌ નો વિકાસ” ના ધ્યેયને સાર્થક કરવા માટે,સામાજીક ઉતરદાયિત્વ અંતર્ગત વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે જહેમત ઉઠાવનાર
વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.લિ.નો આ તકે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કરી વોટર કુલરની ભેંટ મેળવનાર શાળા સંકુલોને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલની ઉનાળાની અસહ્ય ગરમીના દિવસો સહિત સમગ્ર વર્ષ માટે શાળાઓના વિદ્યાર્થીઓ,શિક્ષકો,સ્ટાફ સૌ ને ઠંડા પાણીની આ સુવિધા રાહતરૂપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઇ છે.

Back to top button
error: Content is protected !!