GUJARATKUTCHMANDAVI

પુરવઠા શાખા દ્વારા ગેરકાયદેસર ડિઝલનું વેચાણ કરતા ઈસમો ઝડપી પાડયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૭ મે : જિલ્લામાં ભુજ તાલુકાના ખાવડા અને ધોરડો વિસ્તાર બાજુ ડિઝલનું ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાની ફરીયાદો વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તા.૦૬/૦પ/૨૦૨૬ ના રોજ ધોરડો બાજુ આકસ્મિક તપાસણી હાથ ધરી, ૨ અલગ-અલગ જગ્યાએથી કોઈપણ જાતના આધારો કે બિલ વિનાના ડિઝલ જેવું જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી ભરેલ ૧ ટેન્ક જેમાં કુલ ૨૦,૦૦૦ લીટર જથ્થો અને ૧ બ્રાઉઝર જેમાં અંદાજીત ૬૦૦૦ લીટર જથ્થો પકડી પાડેલ છે. સ્થાનિકે ટેન્કનો જથ્થો આર.એસ.કન્ટ્રક્શન અને બ્રાઉઝર હર્ષ અર્થમુવર્સનું હોવાનું જણાઈ આવેલ. તપાસ સમયે પેઢીઓ પાસેથી કોઈ જ પ્રકારના આધાર, બિલ કે લાયસન્સ રજુ થયેલ ન હોય, આ બન્ને સ્થળેથી મળેલ અંદાજીત કુલ ૨૬૦૦૦ લિટર ડિઝલ જેવો જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો અને ટાંકા-બાઉઝર સાથેની કુલ કિંમત રૂા.૨૦,૮૦,૦૦૦/- સાથેનો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી ની અખબાર યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!