GUJARATKUTCHMANDAVI

માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૭ સપ્ટેમ્બર : આસો નવરાત્રિ પર્વ આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમ્યાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. પ્રવર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટશ્રી મિતેશ પંડયાએ એક જાહેરનામા દ્વારા તા.૩૦/૦૯/૨૦૨૪ના વહેલી સવારે ૬ કલાકથી તા.૧૨/૧૦/૨૦૨૪ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ “આશાપુરા માતાજી” ના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવેલ છે.

આ હુકમ અન્વયે સરકારી નોકરી પર કામ કરતી વ્યકિત એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઇ વસ્તુ લઇ જવાની ફરજ હોય. અથવા અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓ. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે. ૦ ૦

Back to top button
error: Content is protected !!