GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરારી આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોવડ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો હાલમા સી.આઇ.ડી. ક્રાઈમ ગાંધીનગર તથા આઈ.જી.પી.કચેરી રાજકોટ વિભાગ નાઓ દ્વારા આપવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા

દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા ને મળેલ બાતમી આધારે ધ્રોલ પો…સ્ટે. પ્રોહી ગુના નં.-૧૧૨૦ ૨૦૧૪૨૩૦૩૨૦/૨૩ પ્રોહી કલમ ૬પએ.ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનામા ફરાર આરોપી ભગવાનભાઇ ભાનુભાઇ ડાંગર રહે. બાલાસરી ગામ, તા.રાપર જી.કચ્છ વાળાની તપાસ કરતા આરોપી મળી આવેલ હોય આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઈ.ગોવિંદભાઇ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!