JAMNAGARJAMNAGAR CITY/ TALUKOKALAVAD

જામનગરના અલીયાબાડા કોલોજમાં કેળવણીનો અનોખો પાઠ

 

23 જાન્યુઆરી 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જ્યારે સંબંધોની કટોકટી છે અને વ્યક્તિ એકાકી બનતો જાય છે ત્યારે એક અનોખો કેળવણી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો.જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે રહી સ્વયમ પાકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શિયાળાની વાનગી વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી. જ્ઞાન,કર્મ અને ભાવ નો સમન્વય કરનારી આ પ્રવૃત્તિથી સહુનાં સહકાર, સખ્ય અને સમૂહ ભાવનાનો વિકાસ થયો. આ કાર્યક્રમ વિદ્યાર્થી પંચાયત ના સંચાલક ડૉ આશાબેન પટેલ દ્વારા આચાર્યા ડૉ રૂપલબેન માંકડ નાં માર્ગદર્શનમાં યોજાયો. આ તકે સંસ્થાના વડીલ ટ્રસ્ટી આશર સાહેબ પણ જોડાયા. સહુએ સમૂહ ભોજન નો લાભ લીધો.

Back to top button
error: Content is protected !!