DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

આયુર્વેદો અમૃતાનામ” વધુ એક વખત સાર્થક

“આયુર્વેદો અમૃતાનામ” વધુ એક વખત સાર્થક

જામનગરમાં I.T.R.A. દ્વારા ખાસ કેમ્પ  139 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો*

*જામનગર ( નયના દવે)

 

જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા શ્રી ડો. સી. વી. રામનની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક સારવાર તેમજ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં શ્રી ડો. પશ્મિના જોશીએ પ્રાસ્તાવિક પ્રવચન આપ્યું હતું. તેમણે સ્વ. ડો. શ્રી સી. વી. નહેરૂના જીવન- કવન અને તેમના યોગદાન અંગે પ્રકાશ પાડ્યો હતો. ડાયરેક્ટર શ્રી ડો. અનુપ ઠાકરે હોસ્પિટલમાં દર્દીઓને મળતી સેવાઓ વિષે માહિતી આપી હતી. સ્વ. ડો. શ્રી સી. વી. નહેરૂ પરિવાર તરફથી શલ્ય તંત્ર વિભાગને ફોલર બેડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ડાયરેક્ટર શ્રી ડો. અનુપ ઠાકર, નાયબ અધિક્ષક શ્રી ડો. સી. યુ. ખુંટ, આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ, શલ્ય તંત્ર વિભાગના વડા શ્રી ડો. ટી. એસ. દુધમલ, શ્રી ડો. પશ્મિના જોશી અને શ્રી ડો. વાય. આર. મેઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિભાગના વડા શ્રી ડો. ટી. એસ. દુધમલે આભારવિધિ કરી હતી.

એટલુ ચોક્કસ કહી શકાય કે આવા અનેક વિધ આયોજન શિક્ષણ અને સંશોધન દ્વારા આયુર્વેદની મહતા અસરકારકતા અને વ્યાપ અંગે અવગત  કરવા અવિરત થાય છે

 

@_________________

B.G.B.

b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

[email protected]

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!