GUJARATJASDALRAJKOT

Jasdan: જસદણ ખાતે રૂ.૩૫ લાખથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનો શુભારંભ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૬/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જીલેશ્વર પાર્કનું નવીનીકરણ અને જૂના બસ સ્ટેન્ડની જગ્યાએ નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરાશે.

તબક્કાવાર વિકાસકાર્યો દ્વારા જસદણ નગરની તસવીર બદલવા માટે સરકાર પ્રયત્નશીલ, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot, Jasdan: રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણમાં જીલેશ્વર પાર્કના નવીનીકરણ તેમજ જૂના બસ સ્ટેન્ડને પાડીને તે જગ્યાએ નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવાના તેમજ સાધુ સમાજ સમાધિ સ્થાન ખાતે પેવર બ્લોકના કામનું શ્રીફળ વધેરીને વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,ઘણા સમયથી લોકમાંગણીને ધ્યાનમાં લઈને જસદણ શહેરમાં આધુનિક પાર્ક બને તે માટે આ જીલેશ્વર પાર્ક નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓ વાંચી શકે, બાળકો રમી શકે, વડીલો હરી ફરી શકે તે માટે સુંદર બગીચો તૈયાર થશે. માનનીય પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રથા અનુસાર જે ખાતમુહુર્ત કરે તે તેના કાર્યકાળમાં જ લોકાર્પણ કરે તેવી રીતે ત્વરાથી વિકાસ કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ જસદણ વિસ્તારમાં આ સિવાયના અનેકવિધ વિકાસ કાર્યોના આયોજનની રૂપરેખા આપી જણાવ્યું હતું કે તબક્કાવાર વિકાસકાર્યો દ્વારા જસદણ નગરની તસવીર બદલવા માટે પદાધિકારીઓ અને તંત્ર સતત પ્રયત્નશીલ છે. જસદણ આધુનિક નગર બને અને સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર ઉદ્યોગોને ઉત્તેજન, માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે તમામ દિશાઓમાં સુદ્રઢ આયોજન સાથે પુરુષાર્થ કરી રહી છે.

કાર્યક્રમમાં ચીફ ઓફિસરશ્રીએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે કબડ્ડીમાં વિજેતા થયેલ સ્થાનિક યુવકોની ટીમને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તેમજ મંત્રીશ્રીએ વિસ્તારમાં એચ.આઇ.વી જાગૃતિ માટે કાર્યરત RNDP+ ટ્રસ્ટના શ્રી સોનલબેન રાદડિયાને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતાં.

નોંધનીય છે કે, જસદણમાં કમલાપુર રોડ પર આવેલ જીલેશ્વર પાર્કના નવીનીકરણ અંતર્ગત નાણાંપંચની ગ્રાંન્ટમાંથી અંદાજિત રૂ.૨૯ લાખના ખર્ચે બાઉન્ડ્રી વોલ, ચાલવાના રસ્તા, બાળકોને રમવાની સુવિધા, ભૂગર્ભ ટાંકો, લાઈટો, બાંકડા, બેસવાની ઝૂંપડીઓ, ટોઇલેટ બ્લોક, બનાવી નવીનીકરણ કરવામાં આવશે. ઉપરાંત, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ.૪.૨ લાખના ખર્ચે જૂના બસ સ્ટેન્ડને પાડીને તે જગ્યાએ નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે, તેમજ લાતી પ્લોટ વિસ્તારમાં સાધુ સમાજ સમાધિ સ્થાન ખાતે પેવર બ્લોકનું કામ અંદાજિત ૨.૩ લાખના ખર્ચે કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં મામલતદાર અને નગરપાલિકા વહીવટદાર શ્રી મિલન રાજ્યગુરુ, ચીફ ઓફિસર/પ્રાંત અધિકારી શ્રી રાજુભાઇ શેખ તેમજ અગ્રણીઓશ્રી રમાબેન મકવાણા, શ્રી સોનલબેન વાછાણી, શ્રી અશોક મહેતા તેમજ અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!