GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં ત્રણ પરીક્ષા કેન્દ્ર ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં સંપન્ન
તારીખ ૧૮/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી કેન્દ્રીયકૃત જવાહર નવોદય વિદ્યાલય ની ધોરણ છ માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા આજરોજ શનિવારે ૧૦:૩૦ કલાકથી ૧:૩૦ કલાક દરમિયાન કાલોલની એમજીએસ હાઇસ્કૂલ તેમજ સીબી ગર્લ્સ હાઇસ્કુલ અને મહર્ષિ વિદ્યાલય ખાતે લેવામાં આવી સમગ્ર કાલોલ તાલુકા માંથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ત્રણેવ સેન્ટરમાં થઈને કુલ ૩૭ બ્લોકની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી પરીક્ષા સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.