હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત સેન્ટરમાં પોલીકેબ કંપની દ્વારા ફાળવવામાં આવેલ ડાયાલિસિસ મશીનનુ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ના હસ્તે ખુલ્લું મુકાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૨.૨૦૨૫
હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલીત ચંપાબેન વિઠ્ઠલદાસ શાહ ડાયાલીસીસ સેન્ટર ખાતે વધુ એક મશીન ડાયાલીસીસ ના દર્દીઓ માટે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પોલીકેબ કંપની ના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગર ના આગેવાનો ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ અને કંપનીના સીએસઆર હેડ નીરજભાઈ કુંદનાની,હાલોલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહીત ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા હાલોલ તાલુકા સહીત આજુબાજુના ગામોના દર્દીઓ માટે કે.એસ.શેઠ સાર્વજનિક પ્રસુતિ ગૃહ, પી.એમ.પરીખ જનરલ હોસ્પિટલ, ફીજીયોથેરાપી સેન્ટર, પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફંડ અને ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગથી બ્લડ બેન્ક અને ચંપાબેન વિઠ્ઠલદાસ શાહ ડાયાલીસીસ સેન્ટર સહીત હાડકા,ચામડી, એલોપેથિક, આર્યુવેદીક ડોકટરો દ્વારા રાહત દરે સેવા આપી રહ્યું છે.ડાયાલીસીસ ના રોગ માં વધારો થતા દર્દીઓની સંખ્યા વધતા તેઓની સારવાર મારે તકલીફ પડતી હોવાથી ડાયાલીસીસ મશીનની જરૂરિયાત ઉભી થતા પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફંડમાંથી એક મશીન દાન મળતા તે મશીન આજે દર્દીઓ માટે શાસ્ત્રોક વિધિવત પૂજા કરી કાર્યરત કરવામાં આવ્યું હતું.હાલમાં સેન્ટર ખાતે નવ મશીન કાર્યરત છે.આ પ્રસંગે નગર પાલિકામાં હાલમાં ચૂંટાયેલા સદસ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીકેબ કંપની દ્વારા સંસ્થાને ડાયાલીસીસ નું મશીન દાન માં મળતા મંડળ ના ટ્રસ્ટીગણ તરફ થી સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો.