KHERGAMNAVSARI

ખેરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખેરગામ પોલીસ મથકના પીઆઈ પીનલ ચૌધરીએ ઉપસ્થિત આગેવાનોને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, મતદારોમાં જાગૃતિ લાવવા તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સહકારની ભાવનાથી ચૂંટણીને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ ગજ્જર, બ્રહ્મ સમાજના પ્રમુખ અંકુર શુક્લ, મુસ્લિમ સમાજના અગ્રણી સાજિદભાઈ શેખ, વહોરા સમાજના પ્રમુખ ફિરોઝભાઈ વોહરા તેમજ મસ્તાન વોહરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ આગેવાનો દ્વારા ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પોલીસને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. સાથે જ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

Back to top button
error: Content is protected !!