કેશોદના માંગરોળ રોડ સ્થિત વિઠ્ઠલેશ ઉપવન ખાતે ગો. ચિ. મુરલધરજી મહોદય ના યજ્ઞોપવીત પ્રસ્તાવના ત્રિદિવસિય કાર્યક્રમ શરૂઆત થઈ ચૂંકી છે તે પૂર્વે તા. 11 ના રાત્રીના જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાતાં મહારાજશ્રી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ યજ્ઞોપવિત કાર્યક્રમમાં શ્રોતાઓ માટે વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તા. 12 ના રાત્રીના જોધપુરના સ્થિત કલાકાર ડો. રાજેન્દ્રજી વૈષ્ણવનું શાસ્ત્રીય ગાયન રહેશે. જયારે ગોસ્વામી બાલકનો યજ્ઞોપવિત પ્રસ્તાવ માટે તા. 12 ના રોજ ગણેશ સ્થાપન, તા. 13 ના રોજ હવેલીથી પ્રસ્તાવ સ્થળ વિનાયકી વરઘોડો, તા. 14 યજ્ઞોપવીત પ્રસ્તાવ જેવા કાર્યક્રમો યોજાશે. આ વિઠ્ઠલેશ ઉપવન પહોંચવા કેશોદ શહેરના મહેન્દ્રસિંહ ચોક અને શરદચોક ખાતે બસ સ્ટોપ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગ મોટી સંખ્યામાં ગોસ્વામી બાલકો અને તેનો પરિવાર હાજર રહેશે. સાથે સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવો ભોજન પ્રસાદ નો લાભ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વયં સેવકોની સમિતીઓ બનાવવામાં આવી છે. જેમાં ગ્રામ લેવલના સ્વયં સેવકો પણ જોડાયા છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ