JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષકશ્રી રજત દત્તાની અધ્યક્ષતામાં જૂનાગઢમાં બેઠક યોજાઇ

ખર્ચ નિરીક્ષકશ્રી રજત દત્તાએ ચૂંટણીમાં ઉમેદવારો દ્રારા થનાર ખર્ચની નોંધણી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું

આવકવેરા, લીડ બેંક, એસજીએસટી,સીજીએસટી, એમસીએમસી સહિતના નોડલ ઓફિસરોની  ઉપસ્થિતિમાં  ખર્ચ નિરીક્ષણ અંગેની વિશદ ચર્ચા થઈ

જૂનાગઢ,તા.૧૩   આગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૧૩- જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી રજત દત્તાની નિમણૂંક કરવામાં આવી છે.

આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર સહિત આવકવેરા, લીડ બેંક, એસજીએસટી, સીજીએસટી, કસ્ટમ, એક્સાઇઝ તથા માહિતી ખાતાના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાનો પરિચય આપી બેઠકમાં તેમનું સ્વાગત કરીને બેઠકો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

ખર્ચ નિરીક્ષકશ્રી દત્તાએ ચૂંટણીમાં ઉમેદવાર કરવામાં આવતાં ખર્ચનું નીરિક્ષણ રાખવા તથા તેની યોગ્ય રીતે નોંધણી થાય તથા તે અંગેના હિસાબોને નિભાવવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ખર્ચ નિરીક્ષકશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓનો પરિચય મેળવીને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીથી અવગત થયા હતા.

ખર્ચ નિરીક્ષકશ્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉભા કરવામાં આવેલ ખર્ચ નિયંત્રણ એકમ, કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરીંટ રૂમની મુલાકાત લઇને થઇ રહેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં નોડલ અધિકારી ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાને ૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ કુલ ૭ બેઠકોમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે ખર્ચ નિરીક્ષકને અવગત કરાવ્યાં હતા. તેમણે આદર્શ આચારસંહિતા અમલી  બન્યા પછીથી AEOs, FSTs,SSTs, VSTs,VVTs,ATs, MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી  ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમ દ્રારા કરવામાં આવેલ કામગીરીની વિશદ સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત, ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચૂંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, સિ- વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સુવિધા એપ અંતર્ગત ઉમેદવાર તેમજ પક્ષને વિવિધ મંજૂરીઓ આપવાની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક સર્વેલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ હથિયારો, દારૂ, નાર્કોટિક્સ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, સુરક્ષા માટે સી.આર.પી.એફ. કંપનીઓની તૈનાતી વગેરે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની પાવરપોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.

આ બેઠકમાં જૂનાગઢના જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૈાધરી, ગીર સોમનાથના જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક શ્રી દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી  હર્ષ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!