JUNAGADHJUNAGADH CITY / TALUKO

નેચર ફર્સ્ટ ના પ્લાસ્ટિક મુક્તિ અભિયાનના જૂનાગઢમાં ૬૬ સપ્તાહ અને ગાંધીનગરમાં ૭૬ સપ્તાહ પૂર્ણ

શિવરાત્રી મેળામાં નેચર ફર્સ્ટ દ્વારા યાત્રાળુઓ પાસેથી પ્લાસ્ટીકની થેલીઓ લઈને કાપડની થેલીઓ વિતરણ કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વેસ્ટર્ન એગ્રી સીડસ ગાંધીનગરના એમ.ડી. ડો.એન.પી.પટેલ દ્વારા “નેચર ફર્સ્ટ” એટલે કે “પ્રકૃતિ પ્રથમ” અંતર્ગત રાજ્યમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષો વાવવાનુંઅને ૧૧,૧૧૧ કાપડની થેલીઓ વિતરણનું લક્ષ્ય હાથ ધરવા સાથે “પ્લાસ્ટિક મુકત ભારત” નામની એક વૈચારિક ચળવળ આંદોલન ચાલુ કરવામાં આવી છે. આ ચળવળને ગાંધીનગરમાં ૭૬ સપ્તાહ અને જૂનાગઢમાં ૬૬ સપ્તાહ પૂર્ણ થયાં છે, અને અત્યાર સુધીમાં ૫૬ હજાર વૃક્ષો વાવવા સાથે ગીરનાર જંગલમાંથી ૧૫ ટનથી વધુ પ્લાસ્ટિક વીણીને એકત્ર કરવામાં આવી ચુક્યું છે.
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડીયા રામવાડી, જુનાગઢ અન્નક્ષેત્ર ટ્રસ્ટની પ્રેરણાથી આજથી ૭૬ અઠવાડીયા પહેલાં એટલે કે ૫૩૨ દિવસ પહેલાં સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની રામવાડી–૧, ગીરનાર રોડ, જુનાગઢથી શુભ પ્રારંભ – ૧૧ નાળીયેરી વાવીને ૧,૧૧,૧૧૧ (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કરવાનું અભિયાન ચાલુ કરેલ અને આજ સુધી પ૬,૦૦૦ વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરેલ છે. ફકત વાવેતર નહી પણ તેનું જતન ક૨વાનું પણ નકકી ક૨ેલ તથા તેની સાથે “પ્રકૃતિ પ્રથમ” “નેચર ફર્સ્ટ” ના નામે, ગુજરાતમાં જુનાગઢ, ગાંધીનગર અને જૂનામાંકા વગેરે સ્થળોને પ્લાસ્ટીક મુકત કરીને “પ્લાસ્ટીક મુકત ભારત” એક વૈચારિક ચળવળ / આંદોલન ચાલુ કરેલ જેમાં ગાંધીનગર ખાતે ગઈકાલે એટલે કે તા.૨૧/૦૧/૨૦૨૩, શનિવા૨ના રોજ ૭૬ અઠવાડીયા પૂરા કરેલ છે. તેમજ આજે તા.૨૨/૦૧/૨૦૨૩, રવિવારના રોજ ૬૬ અઠવાડિયાથી જૂનાગઢ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે, તેમાં ઘણા સ્વૈચ્છિક સ્વયંસેવકો પોતાની નિસ્વાર્થ સેવા આપે છે, અને આજ સુધીમાં જુનાગઢ ગિરનારના જંગલમાંથી ૧૫ ટનથી વધુ પ્લાસ્ટીક વીણીને એકત્ર ક૨વામાં આવેલ છે અને વૃક્ષોના વાવેતર સાથે જતન ક૨વામાં આવે છે. ટૂંકમાં પ્રકૃતિ પ્રથમ (નેચ૨ ફર્સ્ટ) એટલે પહેલાં પ્રકૃતિનું રક્ષણ પછી જ પોતાની જાતનું જતન સૂત્ર છે.
ધરતી, આકાશ, જળ, વાયુ, અગ્નિ આ પાંચ તત્વોનું ૨ક્ષણ એ જ નેચર ફર્સ્ટનું લક્ષ્ય છે. આ સમગ્ર સદકાર્યોના મુખ્ય સૌજન્યકર્તા વેસ્ટર્ન એગ્રી સીડસ લી. ગાંધીનગર અને નિસ્વાર્થી સ્વયંસેવકોના મુખ્ય સહયોગથી આ અભિયાન આગળ વધી રહ્યું છે.
જેમાં ૧૧,૧૧૧ કાપડની થેલીઓ વેસ્ટર્ન એગ્રી સીડસ લી.ગાંધીનગરના સહયોગથી – શાકભાજી કે અન્ય કરીયાણાની ખરીદી કરતાને પ્લાસ્ટીકની બેગ તેમની પાસેથી પરત લઈને કાપડની થેલી આપવામાં આવે છે. તેમજ આ શિવરાત્રીએ જુનાગઢ શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓને પ્લાસ્ટીકની થેલીને બદલે કાપડની થેલીઓ આગામી ૧૮, ફેબ્રુઆરી–૨૦૨૩ ના રોજ જુનાગઢમાં આપવાનું અભિયાન ચલાવવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!