JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

NGSP પોર્ટલ મારફત ૭૪ ફરિયાદો નોંધાઈ: તમામનું નિરાકરણ કરાયું

જૂનાગઢ જિલ્લાના નાગરિકોની ચૂંટણી કાર્ડ, મતદાર યાદી સબંધિ વગેરે મળેલી ફરિયાદોનુ નિરાકરણ કરાયું

જૂનાગઢ,તા.૧૦  જૂનાગઢ જિલ્લામાં નેશનલ ગ્રીવન્સ સર્વીસ પોર્ટલ (National Grievance Services Portal) ઉપર તા.૧૬/૩/૨૦૨૪ થી તા. ૧૦/૪/૨૦૨૪  સુધીમાં ૭૪ ફરિયાદો નોંધાઈ હતી. જે તમામનું નિરાકરણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ પોર્ટલ પર સૌથી વધારે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સબંધિ મહત્તમ ફરિયાદો નોંધાઈ હતી. જેનું  સમયસર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, National Grievances Services Portal: ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલા https://eci-citizenservices.eci.nic.in પોર્ટલ પર નાગરીકો, મતદારો, રાજકીય પક્ષો તથા ઉમેદવારો ફરીયાદો નોંધાવી શકે છે.

નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ (NGSP) એ એક વેબ-આધારિત સોલ્યુશન છે. જે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફરિયાદોને હેન્ડલ કરવા માટે એક જ ઇન્ટરફેસ પર ફરિયાદ સપોર્ટ માટે છે. NGSPએ ચૂંટણી સંબંધિત અને બિન-ચૂંટણી-સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ECIને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પોર્ટલે નાગરિકો માટે ફરિયાદો નોંધવાનું સરળ બનાવ્યું છે અને ફરિયાદોની તાત્કાલિક તપાસ થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

xr:d:DAFt-vgtI_s:644,j:5334929239671000271,t:24011416

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!