JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢવાસીઓએ હોળી-ધુળેટી પર્વને અનોખી રીતે ઉજવ્યું : અચૂક મતાધિકારનો ઉપયોગ કરવા આપ્યો સંદેશ

હોળી-ધુળેટી પર્વની ઉજવણીમાં લોકશાહીના મહાપર્વના 'રંગ' ઉમેરાયા

હોલીકાદહન પર્વે મતદાન માટે જનજાગૃતિ અર્થે સિગ્નેચર કેમ્પેઈન: નાગરિકોએ ઉત્સાહ દાખવ્યો

જૂનાગઢ તા.૨૬  રંગોના પર્વ ધુળેટીની જૂનાગઢવાસીઓએ અનોખી રીતે ઉજવણી કરી છે, હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થવાની સાથે લોકશાહીના મહાપર્વની ઉજવણી પણ શરૂ થઈ છે, ખાસ કરીને લોકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢવાસીઓએ હોળી-ધુળેટીનો આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવાની સાથે લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવાનો સંદેશ પણ આપ્યો હતો.

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન તળે સ્વેપ નોડલ અધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય અને સુશ્રી જલ્પાબેન ક્યાડા  તેમજ ટીમ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારનાં દિપાંજલીનાં ઓમરાકરેશ્વર મહાદેવ પ્રાંગણમાં હોલીકાદહન પર્વે અને ધુળેટીનાં રગોત્સવ પ્રસંગે “Sveep” કાર્યક્રમ અંતર્ગત મતદારોને જાગૃત કરવા અને મતદાનની નૈતિક ફરજ અદા કરવા પત્રિકા વિતરણ તથા જાહેર સ્થળો પર બેનર લગાવવામાં આવ્યા હતાં. ઉપરાંત ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવાની સાથે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

મતદાન કરવાના સંકલ્પને દર્શાવતા અને સશકત લોકશાહી માટે મતદાનના મહત્વને સમજાવતા સૂત્રો સાથે યોજાયેલ સિગ્નેચર કેમ્પેઈને દિપાંજલી વિસ્તારમાં હોલી પર્વની ઉજવણી સ્થળે ઉપસ્થિત લોકોમાં મતદાર જાગૃતિના આ નવતર પ્રયાસે નગરજનોમાં આકર્ષણ જન્માવ્યું હતુ. આ કેમ્પેઈનમાં યુવાઓ અને વરિષ્ઠ મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત મતદાન કરવાનાં સંકલ્પને દર્શાવતા અને દેશના ભવિષ્ય અને સશકત લોકશાહી માટે મતદાનના મહત્વને સમજાવતા વાક્યો સિગ્નેચર કેમપેઈન દરમિયાન મતદારોએ ઉત્સાહભેર ટાંક્યા હતા.

ઉલ્લેખનીય છે કે, “SVEEP” એટલે કે Systematic Voter’s Education and Electoral Participation એ ભારતના ચૂંટણી પંચનો દેશમાં મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત,સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!