જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી થોડા દિવસ પહેલા ઝડપાયેલા ડ્રગ્સ કેસનું કનેક્શન રાજસ્થાન સુધી લંબાયું હતું
જૂનાગઢના માંગરોળ પોલીસોની ટીમ રાજસ્થાનના દેવલ્ડી ગામમાં પહોંચી કેસ સંબંધિત આરોપીને ઝડપી પાડયો હતો.
માંગરોળ પોલીસના મહિલા પીએસઆઇ અને તેની ટીમ એવા ગામમાંથી આરોપીને દબોચી લાવી છે કે જ્યાં જતા રાજસ્થાન પોલીસ પણ વિચાર કરતી હોય છે. દેવલ્ડી ગામમાં દરોડો પાડી ફૈઝલખાનને દબોરયો માંગરોળમાંથી ઝડપાયેલા ડગ્સ કેસનું કનેક્શન રાજસ્થાન ખૂલ્યા બાદ જૂનાગઢના માંગરોળ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ.એ.સોલંકી તેમની ટીમ સાથે જોધપુર ગયા હતા. જોધપુરમાં તપાસ કરતા આરોપી ફૈઝલખાનનું લોકેશન પ્રતાપગઢ જિલ્લાના દેવલ્ડી ગામમાં મળ્યું હતું.
જેથી ગુજરાત પોલીસેની ટીમ રાજસ્થાન પોલીસની મદદ લઈ ગામમાં પહોંચી હતી.મહિલા પીએસઆઇ અને તેની ટીમના માણસો રાત્રિના દોઢ વાગ્યે ગામમાં ત્રાટક્યા હતા અને આરોપીને ફૈઝલખાનને તેના ધરેથી ઝડપી પાડ્યો હતો.
લોકોએ પોલીસને રોકાવાનો પ્રયાસ કર્યો પણ પોલીસ નીકળી જવામાં સફળ રાહી
પોલીસની માનીએ તો ,પ્રતાપગઢ જિલ્લાનું દેવલ્ડી ગામ ડ્રગ્સના વેંચાણ સાથે સંકળાયેલી છે અહીં અવારનવાર પોલીસ પર હુમલાના બનાવી પણ બનતા રહે છે આ વાતથી ગુજરાત પોલીસની ટીમ પહેલીથી જ જાગૃત હતી.માંગરોળ પોલીસની ટીમ જ્યારે આરોપીને લઈને ગામમાંથી નીકળી રહી હતી ત્યારે ગામમાં લોકોનું ટોળું પોલીસની પાછળ થયું હતું જો કે પોલીસ સલામત રીતે ગામમાંથી નીકળી જવામાં સફળ રાહી હતી.
જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું કે રાજસ્થાનનું દેવલ્ડી ગામ એવું છે કે જયાં રાજસ્થાન પોલીસ પણ મોટો ફોસૅ લઈને જ જાય છે. આ સ્થિતિ વચ્ચે માંગરોળ મહિલા પીએસઆઇ અને તેમની ટીમ જે રીતે ત્યાંથી આરોપીને ઝડપી લાવી છે
——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ ——