JUNAGADHJUNAGADH CITY / TALUKO

RTE પ્રવેશ પ્રક્રિયા-૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી તા.૩૦ માર્ચ સુધી કરી શકાશે

જૂનાગઢ,તા. ૨૭ RTE ACT-૨૦૦૯ ની કલમ ૧૨.૧ (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાર્થમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવણીની કાર્યવાહી અંતર્ગત http://rte.orpgujarat.com/ પર ઓનલાઇન અરજી કરવા અર્થે નિયામક, પ્રાર્થમિક શિક્ષણની કચેરી દ્વારા તા.૦૫/૦૩/૨૦૨૪નાં રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રાજાઓના કારણે અરજદારશ્રીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળી હતી. જે ધ્યાને લઇ RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૩૦/૦૩/૨૦૨૪ રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી તા.૨૭/૦૩/૨૦૨૪ થી ૩૦/૦૩/૨૦૨૪ દરમિયાન પ્રવેશ મેળવવા ઇચ્છુક અરજદારશ્રીઓ ઓનલાઇન પોર્ટલ https://rte.orpgujarat.com/ પર અરજી કરી શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!