AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ન્યાયમૂર્તિ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરી સંભાળ્યા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયમૂર્તિ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાના શપથગ્રહણ સમારોહનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે તેમને હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ શપથગ્રહણ સમારંભ ગુજરાત હાઇકોર્ટની પ્રથમ કોર્ટેમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, વરિષ્ઠ વકીલો અને વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નયાયમૂર્તિ સંજય ગૌડા અગાઉ કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા. તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

આ નિમણૂક સાથે ગુજરાત હાઇકોર્ટના ન્યાયપ્રણાલીમાં વધુ નવો સંકલન ઉમેરાયો છે અને ન્યાયસેવાને વધુ સુદૃઢ બનાવવાનો વિશ્વાસ નવો ન્યાયમૂર્તિ આપે છે.

Back to top button
error: Content is protected !!