GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાતોલ ગામના વરઘોડામાં દારૂની બોટલ લઈને નાચતા યુવકની કાલોલ પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી

 

તારીખ ૨૯/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગત ૨૪ એપ્રિલના રોજ કાતોલ ગામમાં હાર્દિકભાઈ સંજયભાઈ ના લગ્નના વરઘોડામાં મોડી રાત્રે વરરાજા ની બાજુમાં દારૂની બોટલ લઈને નાચતા યુવાનોનો વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થયો હતો કાલોલ પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો વીડિયોમાં નાચતો યુવક કાતોલ ગામનો રીક્ષા ડ્રાઇવર સુરેશ ઉર્ફે ભૂપી જશવંતભાઇ પરમાર હોવાનું પ્રસ્થાપિત થતા પોલીસે ગતરોજ કાલોલ તાલુકાના કાતોલ ગામ ખાતેથી તેને હસ્તગત કરી કાલોલ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!