GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ થી ગોધરા તરફ જતા આશાસ્પદ યુવાનની બાઇક ને બેઢીયા પેટ્રોલ પંપ પાસે ટક્કર મારતાં સ્થળ ઉપર મોત.
તારીખ ૦૨/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકે અખ્તર સુલેમાન શિકારી રે .ગોધરા દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા તેઓના ભાણા ઝકરીયા મોહમ્મદ હનીફ રલીયા ઉમર વર્ષ ૩૦ જે લીફોર્ડ કંપનીમાં એમ.આર.તરીકે ફરજ બજાવતા હતા તેઓ પોતાની મોટર સાયકલ લઈને કાલોલ થી ગોધરા તરફ જતા હતા ત્યારે બેઢિયા જલારામ મંદિર સામે રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી ભારત બેંજન ટ્રક જીજે-૩૨-ટી-9732 નંબર ના ચાલક દ્વારા પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેના પરિણામે ઝકરિયા મહમદ હનીફના શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મોત થયેલ હોય ઝકરિયા મોહમ્મદ હનીફ ની લાશને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જે અંગેની ફરિયાદ તેઓના કુટુંબી દ્વારા થતા વેજલપુર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.