GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શહેરી વિસ્તારમાં જરૂરિયાત મંદો ને ૩૦ ધાબળા નુ વિતરણ કરાયુ
તારીખ ૧૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂ.પા.ગૌ ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના માર્ગદર્શન અને પ્રેરણા થી વીવાયઓ હેડ ઓફીસ થી મળેલ ધાબળા નુ વિતરણ કાલોલ શહેર વિસ્તારમાં પ્રભારી સતિષભાઈ શાહ તથા પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી,મંત્રી અતુલભાઈ કે સાહ,ટ્રેઝરર પીનલ પરીખ,આશિષ સુથાર, મફતભાઈ મહેતા,આશિષ જોશી,તુષાર શાહ,નીતિન પરીખ,મિડીયા ના વિરેન્દ્ર મહેતા, કાલોલ શહેર ભાજપ પ્રમુખ પ્રતીક ઉપાધ્યાય,લાયન્સ ક્લબ હાલોલ ના પ્રમુખ જીતુભાઈ સોની, રિજનલ ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ અને નીતિનભાઈ દ્વારા બુધવારે મોડી રાત્રે કડકડતીબઠંડીમાં જરૂરિયાત મંદોને કાલોલ બસ સ્ટેન્ડ થી લઈને ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં ૩૦ જેટલા વ્યક્તિઓને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું.